કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

  

પહેલું સુખ તે જાતે નર્યા

બીજું સુખ તે ઘેર દીકરા 

ત્રીજું સુખ તે ગુણવંતી નાર 

ચોથું સુખ તે ભરેલા ભંડાર 

અર્થ વિસ્તાર:

સામાન્ય રીતે આ કહેવતની પહેલી પંક્તિ જ પ્રચલિત છે. બહુ ઓછા લોકો બાકીની 3 પંક્તિ જાણે છે. આ આખી કહેવત જીવનના મર્મ અને પ્રાથમિકતાઓ સૂચવે છે. 

પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે.

સંતાન વગરનું ગૃહસ્થી જીવન એ સાકર વગરના કંસાર જેવું બની રહે છે. અંતે જીવનમાં રસિકતા ખૂટી જાય છે અને માણસ યંત્રવત બની જાય છે. માટે જીવનને રસિક રાખવા માટે સંતાનો જરૂરી છે. અહીં સંતાનો એ બહુવચનનો જાણીજોઈને પ્રયોગ થયો છે કારણકે માત્ર એક સંતાન હોવી એ દંપતીનો પોતાની સાથે અને પોતાના સંતાન, બંને સાથે બહુ મોટો અન્યાય છે. માટે આ કહેવતમાં પણ, અને તેના વિચાર વિસ્તારમાં પણ હું સંતાનો માટે બહુવચનનો જ ઉપયોગ કરું છું અને કહું છું કે એકથી વધુ સંતાન હોવી એ જીવનની ઉચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.

ગુણવંતી નાર એટલે કે પત્ની માટે ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે કે જેની સાથે ઘણા લોકો અસહમત હોઈ શકે છે. હું પણ તેની સાથે સહમત હોય એ આવશ્યક નથી. પણ સ્પષ્ટ છે કે આ કહેવત એવા સમયે બની છે કે જયારે સંયુક્ત પરિવારો રહેતા હતા અને લોકોને ઘરમાં ઘણા બધા લોકો સાથે રહેવા મળતું હતું. હવે ઘરમાં કમસે કમ એક બે સભ્યો સાથે તો મન મળતું જ હોય માટે તેમના સહારે જીવન ચાલી જતું હોય છે. આજના વિભક્ત કુટુંબોમાં, કે જેમાં પતિ -પત્ની અને તેમનું એકમાત્ર સંતાન જ રહેતા હોય એમાં દંપતિ વચ્ચે મેળ ના હોય તો જીવન નર્ક બની જાય છે. માટે જો કોઈને જીવનના આ પાસ સાથે અસહમતી હોય તો તેમણે આ લેખકની ટીકા કરવા કરતાં આ સમયની ટીકા કરવી જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ કે ઘરના બધા સભ્યો એક સંયુક્ત કુટુંબમાં રહે.

અને હવે જીવનની સૌથી નીચલી પ્રાથમિકતા છે ધન ભંડારો. આ વિષે હું એક આખું પુસ્તક લખાય એટલું કહી શકું છું પણ અહીં એટલું જ કહીશ કે જીવનમાં પ્રસન્ન અને સંતુષ્ટ રહેવું અને પૈસાના ભંડાર હોવા, એ બે વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. માટે આની પ્રાથમિકતા નીચે હોય એ યોગ્ય જ છે. બાકી હું વાચકોને તેમના નિરીક્ષણ અને નિર્ણય માટે આ તરણ ખુલ્લું રાખું છું.

હવે જરાક ફરીથી આખી કહેવતને ઊંધેથી વાંચો. તમને અચાનક ભાન થશે કે આપણા જીવનમાં આ પ્રાથમિકતાઓ બિલકુલ ઉંધી ચાલી રહી છે. અને હવે આપણી આજુબાજુની પરિસ્થિતિઓનું અવલોકન કરો. હવે એમાં કોઈ આશ્ચર્યની વાત છે કે આપણી આજુબાજુના દરેક લોકોના જીવનમાં અનેક સમસ્યાઓ ચાલી રહી છે, અને મનોચિકિત્સકોના બેન્ક બેલેન્સ મસમોટા થઇ રહ્યા છે?

ઉદાહરણ ૧ – “ભાઈ રોજ રોજ રાત્રે 3-3 વાગ્યા સુધી શા માટે કામ કરે છે. ગમ્મે એટલો પૈસો કમાઈશ તો પણ તારી ગયેલી તંદુરસ્તી પછી લાવી શકવાનો નથી. યાદ રાંક. પહેલું સુખ તે જાતે નર્યા.”

KAHEVAT - PAHELU SUKH TE JATE NARYA

(The very first happiness is being fit and fine)

Arth Vistar - Vichar Vistar:

Pahelu Sukh Te Jate Narya
Biju Sukh Te Gher Dikra
Triju Sukh Te Gunvanti Nar
Chothu Sukh Te Bharela Bnahdar

Normally people know only the first phrase of this proverb. Rarely people know the 2nd, 3rd and 4th. This proverb highlights the ideal priorities and the crux of the life.

The first happiness is really being fit and healthy because a healthy mind lives in healthy body. To accomplish anything significant in life, you have to have a strong and healthy mind. Thus for a meaningful life, a healthy body is necessary. So the priority for the same should be the first in life.

A life without children becomes monotonous and tasteless in life. Over the period of time the life becomes robotic without children. Notice my deliberate use of the plural word for the children. In this proverb also, the word is plural. This means having a single child is not good enough. Your are doing injustice to yourself and your child by not having more than one child. So having more than one children should be among the top priorities of life.

Having a gracious wife is categorized as the third highest priority in life. Now many would not agree to the prioritization of this aspect of life because they would like to see to right at top. Even yours truly is not necessarily agreeing to this. But consider the time when this proverb is started. Back then, there were joint families where a person would find at least 1 or 2 person with whom he would find tuning, and live life happily. But in today's nuclear families, there are only husband-wife and their only kid. In such life, one cannot afford to have non-combability with his/her spouse. But then, why criticize the starter of this proverb? Criticize the times you are living in and try to rectify it by attempting to live happily in a joint family.

And now the least important aspect of the life, 'material prosperity'. I can literally write book(s) on this topic to confirm that this aspect of life should truly be the least prioritized in life, but for now I would only say that to be satisfied and happy and being prosperous are totally two different things largely unrelated to each other. Then I let other to observe and judge.

Now, pause a second, and read the proverb from bottom to top! You will suddenly realize that everyone around us has a completely reverse priorities of life that this proverb. Then observe the situation around us. Is there any wonder that there are so many problems in everyone's lives and there are so many psychiatrists fattening their bank balance?

Comments

  1. Wrong che Bhai,
    પહેલુ સુખ તે જાતે નાર્યા, બીજુ સુખ તે કોઠીએ જાર, Triju sukh te sulakshani nar, chothu sukh te kahyagra santan.

    ReplyDelete
    Replies
    1. પહેલું સુખ જાતે નર્યા...
      બીજું સુખ કોઠી એ જવાર
      ત્રિજું સુખ ઘરમાં સારી નાર...

      આમ સુખની ત્રણ વ્યાખ્યા કવિ શ્રી નર્મદ જી ઈ એમના નિબંધ માં વર્ણવેલ....

      Delete
    2. thank you for information. શું તમે કૃપા કરીને નિબંધનું નામ શેર કરી શકો છો જેથી હું વાંચી શકું?

      Delete

Post a Comment

Popular posts from this blog

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી