રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

 મોરના ઈંડા ચીતરવા ના પડે

અર્થ વિસ્તાર:

માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી જયારે સંતાનો ખુબ પ્રતિભાશાળી નીવડતી હોય છે ત્યારે હંમેશા તેમના માતા-પિતાના ઉછેરના વખાણ થતા હોય છે. અને જો સંતાન તેમના માતા-પિતા અને પૂર્વજોના સુમાર્ગે જ ચાલે, અને તેમના જ ક્ષેત્રમાં કાઠું કાઢે તો તેમનો અને તેમના માતા-પિતાનો પરિચય એકસાથે ચોટદાર રીતે આપવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે.

મોરના ઈંડામાં જયારે બચ્ચા આવે છે ત્યારે કોઈ એની અંદર રંગો પુરવા નથી જતું. એ મોરના બચ્ચા છે એ એકમાત્ર કારણથી તે મોટા થઈને રંગબેરંગી જ થવાના છે એ નક્કી જ છે. રંગબેરંગી અને કલાત્મક હોવું એ મોરની પ્રજાતિનો સ્વભાવ છે, એ જ રીતે પ્રતિભાસભર માતા-પિતાના સંતાનો પણ પ્રતિભાસભર નીવડે એમાં કોઈને આશ્ચર્ય થવું ના જોઈએ.

નોંધ: આરૂ ઢિપ્રયોગ આમ તો "બાપ એવા બીટા અને વડ એવા ટેટા" કહેવતને ખુબજમળતો આવે છે. પણ અહીં એક પાયાનો તફાવત છે. આ ઉપરોક્તરૂઢિપ્રયોગ હંમેશા સંતાન અને તેના માતા અથવા પિતાના વખાણ કરવા માટે જ વપરાય છે. જયારે "બાપ એવા..." એ પિતા અને પુત્રના લક્ષણો વચ્ચે સામ્ય બતાવવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે લક્ષણો સારા પણ હોઈ શકે અને ખરાબ પણ. જયારે ઉપરોક્ત રૂઢિપ્રયોગ માત્ર સારા લક્ષણોની સરખામણી કરવા માટે જ ઉપયોગમાં લેવાય છે. એક બીજો પણ તફાવત છે. ઉપરોક્ત એક રૂઢિપ્રયોગ છે અને "બાપ એવા..." એ એક કહેવત છે. બંને વચ્ચેના તફાવત જાણવા માટે અહીં ક્લિક કરો.

ઉદાહરણ ૧ – “તમે એ 18 વર્ષના છોકરાને ઓળખો છો? એ અદભુત ગાયક તો છે જ, પણ હોય જ ને! એ મહાન શાસ્ત્રીય ગાયક પંડિત ગિરિરાજ મહારાજનો સુપુત્ર છે. મોરના ઈંડા ચીતરવા ના પડે.”

ઉદાહરણ ૨ – “મોરના ઈંડા ચીતરવા ના પડે સાહેબ. જુઓ, એનો બાપ મોટો ધર્માત્મા હતો, તો એ પણ કઈં ઓછો દાનવીર નથી હો!".


RUDHIPRAYOG - MORNA INDA CHITARVA NA PADE

(Eggs of peacocks need not be colored)

Arth Vistar:

The impression of the parents' nature, peculiarities, talent and likes-dislikes always show up in their offsprings. Apart from this, parents' karma also plays a major role in the formation of their children. According to the scriptures, the resultant happiness from children is directly affected by the parents' own ancestors' happiness or unhappiness. Thus when the offsprings end up being extraordinarily talented, their parents' upbringing is appreciated. And if the children do well in the same (or similar) field of their parents, this idiom is used to effectively admire both the parent and child together in one sentence.

Nobody goes to fill colors into the eggs of peacock. Just because they are the offsprings of peacock, they will always grow up to be colorful. Being colorful and talented (in dancing etc.) is natural for the peacocks. Similarly, nobody is surprised when talented parents' children grow up to be talented.

Comments

  1. મુલાકાત
    સાબરમતી આશ્રમ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી