રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ


પાડાના વાંકે પખાલીને ડામ

આપને ઘણી વખત એવું થતું જોઈએ છીએ કે કોઈ સાચો અપરાધી કે કંઈક ખોટું કામ કરનાર વ્યક્તિ સાવ છૂટથી ફરતી હોય છે પણ એને નિર્દોષ ભાવે, જાણે-અજાણે  નાનો એવો સાથ આપનાર વ્યક્તિ ઉપર મુસીબતના ડુંગર તૂટી પડે છે. આવી પરિસ્થિતિમાં દંડ પામનાર વ્યક્તિનો હકીકતે કોઈ વાંક-ગુનો હોતો નથી છતાં એને સહન કરવું પડે છે. આ ઘટનાને આ કહેવતમાં વર્ણવવામાં આવી છે. પાડાને સાચા ગુનેગાર તરીકે અને પખાલીને (પાડાના ચાલક અથવા માલિકને) નિર્દોષ સહાયક તરીકે બતાવ્યા છે. પાડો ગામમાં કંઈ ઉથલ પાથલ કરી દે તો બધા પાડાને મારવાને બદલે પખાલીને જ ડામ (અથવા તો દંડ) દે છે. 

ઉદાહરણ 1 - "એ આતંકવાદી તો ભાગી ગયો પણ તેને ટ્રેનની ટીકીટ કઢાવી આપનાર એજન્ટ બિચારો જિંદગીભર માટે કોર્ટના ધક્કા ખાતો થઇ ગયો. પાડાના વાંકે પખાલીને ડામ ."

આ કહેવતમાં અપરાધીને ખરેખર અપરાધી હોવું જરૂરી નથી. એ કોઈ મોટી ભૂલ કરનાર વ્યક્તિ પણ હોઈ શકે. મૂળ વાત એ છે કે મોટી ભૂલ કરનાર છૂટથી ફરે છે અને એમના સાથીદાર મુસીબતમાં મુકાઈ જાય છે. આ અર્થ મુજબ એક વધુ ઉદાહરણ નીચે મુજ છે.

ઉદાહરણ 2 - "જનકભાઈનો દીકરો  લોકો પાસેથી લીધેલા ઉછીના પૈસા પાછા આપી ના શક્યો એટલે વિદેશ જતો રહ્યો પણ અહી ઉઘરાણી વાળા બિચારા જનકભાઈને શાંતિથી જીવવા નથી દેતા. પાડાના વાંકે પખાલીને ડામ ."

PADA NA VANKE PAKHALI NE DAM

Often we see that in some tragic situation, the real culprit is walking freely but a small helper of him - who has helped him knowingly or unknowingly - suffers disproportional problems in his life due to this. The helper is pretty much innocent in comparison to the real culprit yet he faces far tougher situation as compared to the culprit. In this proverb the real culprit is compared with the bull and the sufferer is compared with the bull master. When bull ruins something, the bull master is bound to be punished. Although there was little mistake of him in this situation.

Comments

  1. Pakhali owner of Male Buffalo

    ReplyDelete
  2. મોટા રાજકારણીઓ ના કૌંભાંડો ને કારણે દેશના નાગરિકોને મહોંગવારી તથા કથળી ગયેલ અર્થવ્યવસ્થા વેઠવવી પડે તે પણ “પાડા ને વાંકે પખાળી ને ડામ” કહેવાય.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય