રૂઢિપ્રયોગ - માહેલા ગુણ મહાદેવજી જાણે

 

માહેલા ગુણ મહાદેવજી જાણે 

અર્થ વિસ્તાર:

લોકો જેમ જેમ પ્રગતિ કરતા જાય છે એમ એમ સમાજમાં અને તેની આસપાસના વર્તુળમાં તેની એક વિશિષ્ટ છાપ ઉભી થતી જતી હોય છે. આ ઉપરાંત ઘણીવાર અમુક લોકો દંભ કે આડંબરો કરીને પોતે જે ના હોય તે હોવાનો ડોળ કરતા હોય છે. પણ જોકે જે લોકો એ વ્યક્તિને ઘણા સમયથી નજીકથી ઓળખતા હોય છે એ આવી વ્યક્તિઓના પ્રભાવમાં આવતા નથી. અને આ આડંબર કરનાર વ્યક્તિને તેને સાનમાં સમજી જવાનું કહેવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે.

મહાદેવ એ સર્વવ્યાપી અને સર્વજ્ઞ ભગવાન છે. તે બધાની બધી વાતો જાણે છે. કોના મન મહી શું છુપાયેલું છે એ પણ તેઓ જાણે છે. તેમનાથી કઈં છૂપું નથી. એ જ રીતે, દરેક વ્યક્તિના અમુક નજીકના લોકો હોય એ તે વ્યક્તિ અને તેના વિચારો અને તેના મનને પણ ખુબ સ્પષ્ટતાથી જાણતા હોય છે. એટલી સ્પષ્ટતાથી કે જાણે સર્વજ્ઞ મહાદેવ પોતે જ હોય! આમ કોઈ દંભી વ્યક્તિને તેના જાણકાર ચીમકી આપવા માટે, અથવા તો પોતે તે વ્યક્તિને કેટલી સારી રીતે જાણે છે એ ચોટદાર રીતે રજુ કરવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે.

ઉદાહરણ ૧ – “મૌલવીજી, આ બધા કાળા જાદુ ને ટોટકાની બીકો આપીને લોકોને છેતરવાનું બંધ કરો નહીંતર હું તમારો ભાંડો જાહેરમાં ફોડી દઈશ. તમે તો જાણો છો ને, માહેલા ગુણ મહાદેવજી જાણે.”

ઉદાહરણ ૨ – “ભાઈ તું મારી પાસે એ કલેક્ટર સાહેબની પ્રામાણિકતાના બહુ વખાણ ના કર. માહેલા ગુણ મહાદેવજી જ જાણે છે. જ્યાં સુધી મારી જીભ નથી ખુલતી ત્યાં સુધી જ સારું છે".

RUDHIPRAYOG - MAHELA GUN MAHADEVJI JANE

(Mahadev knows (his) real self)

Arth Vistar:

As the people grow, the society and the circle around them builds a distinct impression about that person. Furthermore, some people deliberately assume hypocrisy and camouflage to pretend to be someone who he/she actually isn't. But those who know them very closely and for long time, do not get deceived by them. Thus the knower of this deception uses this idiom to caution (or sometimes to threat) the person assuming deception.

Mahadev is omnipresent and all knower. He knows about everyone. He knows even what hides in everyone's mind. Similarly, everyone have someone who is very close and very long connected who knows their thoughts, heart and mind in any situation. As know it as well as the Mahadev himself. Thus, when the knower of a pretending person has to caution, or to make him realize how well he is known to him, this powerful idiom is used.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી