કહેવત - વાંકો ચુકો તોય વહુનો રોટલો

     

વાંકો ચુકો તોય વહુનો રોટલો

અર્થ વિસ્તાર:

વૃદ્ધાવસ્થા બહુ કપરી હોય છે. શરીર અશક્ત થઇ જાય છે, સ્વભાવ ચીડિયો થઇ જાય છે અને કમાણીના સ્ત્રોત રહેતા નથી. આવે સમયે વૃદ્ધો ઘરમાં ક્લેશનું કારણ પણ બનતા હોય છે. આમ છતાં જો તેઓ ઘર છોડીને કોઈ બીજાના ઘરે કે અન્ય સ્થાને રહે તો તેમની દશા ઘર કરતા પણ વધુ ખરાબ થતી હોય છે. અને વળી ઘણીવાર વૃદ્ધો પોતાના સંતાનો અને વહુઓની નિંદા પણ પારકા લોકો સમક્ષ કરતા હોય છે. આવે વખતે આ કહેવતનો ઉપયોગ કરીને વૃદ્ધોને સમજાવાય છે કે દિકરા-વહુ ભલે ગમ્મે તેવા હોય, પણ ઘર કરતા બીજું કોઈપણ સ્થાન તેનાથી વધુ કપરું જ છે. વહુ ભલે સરખો ગોળ રોટલો ના બનાવતી હોય, પણ એ રોટલો તમારી વહુનો છે, અને માટે એ તમારા અધિકારનો રોટલો છે, આત્મસન્માનનો છે. બીજી કોઈપણ જગ્યાનો રોટલો ભલે પૂરો ગોળ હોય તો પણ એ દયાનો રોટલો હશે.

મૂળતઃ આ કહેવતમાં રોટલાનો સાંકેતિક રીતે ઉપયોગ કરીને કહેવાયું છે કે ઘરની વહુ, દિકરા કે અન્ય વ્યક્તિઓની નાની-મોટી ઉણપો વડીલોએ જતી કરવી જોઈએ અને ઘરમાં સૌ સુખેથી રહી શકે તેમ રહેવું જોઈએ.

ઉદાહરણ ૧ – “જુઓ જમના બા,હવે કાંઈ તમારી ઉમર નથી કે તમે ઘરમાં ઉપાડા લો. જેમ તમે તમારી સાસુ સાથે રહ્યા હતા એમ તમારી વહુ કોઈ દિવસ તમારી સાથે રહેવાની નથી. અને હવે તમે એકલા રહી શકો એવી પરિસ્થિતિ પણ નથી. ભલે વાંકો ચુકો તોય વહુનો રોટલો ભલો. માટે વાસ્તવિકતા સ્વીકારો અને ઘરમાં શાંતિથી રહો.”

ઉદાહરણ 2 – “ના દીકરી. મારે તારી ઘરે રહેવા નથી આવવું. દીકરીના ઘરે બાપ રહે એ જરાય યોગ્ય નથી. ભલે ઘરે વહુનો વ્યવહાર મને પસંદ ના હોય, ભલે તું મને સારી રીતે રાખવાની હોય, પણ મારે માટે તો વાંકો ચુકો તોય વહુનો રોટલો. હું તારે ત્યાં નહિ આવું."

KAHEVAT - VAKO CHUKO TOY VAHU NO ROTLO

(Imperfect may be, but still, sister in law's roti)

Arth Vistar - Vichar Vistar:

Old age is very difficult. Body gets weaker and source of income ceases. In such times old people often become the cause of disharmony in the family. Despite this, if they leave home and stay somewhere else, they are not likely to get any more respect or peace. Apart from that, sometimes old people tend to bad mouth about their own children and the daughter in laws. In such situation, wise people use this proverb to make them understand that living with own family is the best possible place to be in life. And for that, one might have to compromise on some minor short comings of their children - especially the daughter in law - who is the sustainer of the family. Here the imperfect roti is symbolized as short comings of the daughter in law. And the person is advised that the roti may not be perfect round, but it is a roti of respect and right. Whereas, others' roti will always be bourn out of pity.

Comments

  1. આનો અર્થ એવો લાગે છે કે છોકરો કુંવારો તો નથી.

    ReplyDelete
  2. Bahu saras rite smjaavu chhe ...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય