કહેવત - દુકાન સાંકડી અને ઘર મોકળું હોવું જોઈએ

કહેવત - દુકાન સાંકડી અને ઘર મોકળું હોવું જોઈએ

અર્થ વિસ્તાર:

કહેવતો એ આપણા વડવાઓના આખા જીવનનો નિચોડ હોય છે કે જે તો માત્ર અમુક શબ્દોમાં પોતાની સંતતિઓને શિખામણ રૂપે વારસામાં આપતા હોય છે. આ વારસો જો સાચવી રખાય અને અક્ષરશઃ જીવનમાં ઉતારી શકાય તો જીવન અત્યંત સરળ અને પ્રસન્ન બની જાય છે.

આવી જ એક શિખામણ છે આ કહેવત. દુકાન સાંકડી રાખવાનો અર્થ છે કે દુકાન ભલે ગમે તેટલી મોટી કેમ ના હોય પણ તેમાં સંકડાશ હોવી જોઈએ, અર્થાત દુકાનમાં એટલો બધો સામાન વેચવા માટે ભરેલો હોવો જોઈએ કે ક્યાંય છૂટથી ફરવાની જગ્યા ના હોય. અને જો આમ થાય તો તમારું ઘર મોકળું રહેશે એકટલે કે મોટું રહેશે. આ સાથે શિખામણ એ પણ છે કે ઘરમાં બહુ ફર્નિચર કે વણજોઇતો સામાન ભરવો ના જોઈએ. ચોખ્ખું, સુવ્યવસ્થિત અને મોકળું ઘર મન અને હૃદયને પ્રફુલ્લિત રાખે છે.

ઉદાહરણ ૧ – “ભાઈ તેં  હાર્ડવેરનો  શોરૂમ તો સારો બનાવ્યો પણ આમાં  હજુ ઘણી જગ્યા છે. તો એમાં ઘર શણગારવા માટેનું રાચરચીલું અને થોડું રસોડાનું રાચરચીલું કેમ નથી રાખતો? દુકાન સાંકડી અને ઘર મોકળું હોવું જોઈએ.” 

PROVERB - DUKAN SANKDI ANE GHAR MOKLU HOVU JOIE

(Shop Should Be Congested And House Spacious)

Arth Vistar:

Proverbs are the hard learnt conclusions of our ancestors which they pass on to their future generations in form of advises. If this heritage is preserved and followed literally, the life can become very simple and cheerful.

Similar is the life message given in this proverb as well. Keeping the shop congested means that no matter how big is your shop, there should be enough sellable goods in it to make it congested. And if this is followed, your house will be spacious, meaning it will be big and lavish. Along with this advise, this proverb also directs that the house should be free from excess furniture and unnecessary stuffs. The clean, tidy and spacious house leads to a cheerful heart and mind.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી