કહેવત - હાર્યો જુગારી બમણું રમે

    

હાર્યો જુગારી બમણું રમે

અર્થ વિસ્તાર:

જુગાર એ બહુ ખરાબ ટેવ છે. જો વ્યક્તિ તેના ખુબ રવાડે ચડી જાય તો ક્યારેક પોતાના જીવનનું બધું જ ખોઈ બેસે છે. દ્યૂત ક્રિડામાં રાજા યુધિષ્ઠિર અને તેના પાંડવ ભાઈએ તેમના રાજપાઠ, પોતાની પત્ની અને સ્વયં પોતાને પણ હારી ગયા હતા. આપણા વડિલોએ એવું નિરીક્ષણ કર્યું છે કે એક અઠંગ જુગારી જયારે હારતો હોય છે ત્યારે પોતાની હારની બાજી જીતી લેવા માટે તે હાર્યો હોય એનાથી પણ મોટી મોટી બાજીઓ લગાવતો હોય છે, અને અંતે એ જેટલું ખરેખર હારવાનો હતો એના કરતાં ક્યાંય વધુ સંપત્તિ હારી જતો હોય છે. પાંડવો પણ આ જ રીતે કૌરવો સામે પોતાનું સર્વસ્વ હારી ગયા હતા. આ ભાવ બતાવવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે.

ઉદાહરણ ૧ – “શેરબજાર પડ્યું તો પડ્યું. શરૂઆતમાં એને એટલું મોટું નુકસાન પણ જવાનું નહોતું. માત્ર 2 લાખમાં આવતો હતો. પણ કહે છે ને, કે હાર્યો જુગારી બમણું રમે . ભાઈએ લોસ રિકવર કરવા માટે ફરીથી નીચા ભાવે ખરીદવાનો  મોટોસોદો કર્યો અને બજાર એના કરતા પણ ક્યાંય વધુ નીચે પડ્યું. અંતે દસ લાખના ખાડામાં ઘુસી ગયો.”

KAHEVAT - HARYO JUGARI BAMNU RAME

(The defeated gambler bets double)

Arth Vistar - Vichar Vistar:

Gambling, if got addicted, is a very bad habit. It can cause heavy and unacceptable losses to the person. In the dice game, King Yudhisthir and his Pandav brothers lost their kingdom, their wife and even their own selves. Our ancestors have observed that an addicted gambler, when starts losing, best heavily again in the urge to recover his losses. And in the end, he loses much much more than he would have lost if only he had stopped betting just when he started losing. Pandavas also lost their everything like this. This proverb is used to express this tendency.

Comments

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય