કહેવત - ચાર મળે ચોટલા ભાંગે કોઈના ઓટલા

   

ચાર મળે ચોટલા, ભાંગે કોઈના ઓટલા

અર્થ વિસ્તાર:

સ્ત્રીઓ માટે કહેવાય છે કે એમને બીજાના વ્યક્તિગત વિષયોની ખણખોદ કરવી બહુ ગમે છે. એમ પણ કહેવાય છે કે સ્ત્રીઓના પેટમાં વાત વધુ સમય નથી ટકતી. સ્ત્રીઓને સ્વભાવગત જ મોટા સમૂહોમાં મળીને લાંબી લાંબી વાતો કરવી ગમે છે. આવે વખતે કાં તો કોઈકની ગુપ્ત અંગત વાતો ઉજાગર થઇ જતી હોય છે અથવા તો અનેક મોઢે વાત ફરતા ફરતા કઈંક વિકૃત અથવા વિશાળ સ્વરૂપ લઇ લે છે. આવે સમયે કોઈના સુખી જીવનમાં સમસ્યાઓ સર્જાઈ શકે છે અને વાત મોટું સ્વરૂપ પકડી શકે છે. સ્ત્રીઓના આ સ્વભાવને વર્ણવવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે. અહીં ચાર ચોટલાનો અર્થ અનેક સ્ત્રીઓ, એમ લેવાનો છે.

ઉદાહરણ ૧ – “કાલે લગ્નમાં બધી પિતરાઈ ભાભીઓ વચ્ચે આપણી નવી વહુ બેઠી હતી. ખબર નહિ, પણ મને એવું લાગ્યું કે મમ્મી વિષે બધી ખણખોદ કરતી હતી. આ લોકો નવી વહુને પણ પોતાની ગેંગમાં ભેળવી ના દે. ચાર મળે ચોટલા ને ભાંગે કોઈના ઓટલા.”

ઉદાહરણ 2 – “કાલે પડોશની સ્ત્રીઓ ઘરે આવી હતી અને મારી પત્નીને મારા વ્યવહાર વિષે પૂછતી હતી. એમ પણ કહેતી હતી કે પત્નીએ બહુ દબાઈને રહેવું ના જોઈએ. મને સમજાતું નથી કે એ બધાને મારા ઘરની ખણખોદ કરવામાં શું રસ છે. સાચે જ કહ્યું છે કે, ચાર મળે ચોટલા ને ભાંગે કોઈના ઓટલા.”

KAHEVAT - CHAR MALE CHOTLA NE BHANGE KOINA OTLA

(Women conferences burn someone's house)

Arth Vistar - Vichar Vistar:

It is believed that women love to do gossiping about someone else's personal matters. It is also said that women cannot remain privy of someone else's secrets. By nature, women like to do long talks in large groups. In such conferences either end up revealing someone else's personal secrets, or some matter gets amplified or distorted by travelling from mouth to mouth. In such a situation someone living happily in his/her life gets victimized and he/she might have to suffer bitterly in their personal lives. To describe this trait of women, this proverb is used.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી