રૂઢિપ્રયોગ - કુવામાં હોય તો હવેડામાં આવે ને

કુવામાં હોય તો હવેડામાં આવે ને

અર્થ વિસ્તાર:

હવેડો એ હોય છે કે જ્યાં પ્રાણીઓ પાણી પિતા હોય છે. આ હવેડામાં પાણી કુવામાંથી આવતું હોય છે. ઘણીવાર યાંત્રિક પદ્ધતિથી પણ પાણી લાવવામાં આવે છે અથવા તો કોઈ જાતે જ કુવામાંથી પાણી ઉલેચીને હવેડામાં નાંખતા હોય છે. હવે જયારે કુવામાં જ પાણી ના હોય તો સ્વાભાવિક છે કે હવેડામાં પણ પાણી ક્યાંથી આવવાનું હતું? તો જયારે કોઈ હવેડો ખાલી હોવા માટે દુઃખ અથવા તો ક્રોધ કરતુ હોય છે ત્યારે એને એમ સમજાવવું પડે છે કે પાણી કુવામાં જ નથી, માટે હવેડાને દોષ દેવો અયોગ્ય છે.

આ જ રીતે, જયારે કોઈ વ્યક્તિ એનાથી અપેક્ષિત કાર્ય કરતુ નથી અને એની પાછળનું કારણ એ હોય છે કે તેને ક્યારેય યોગ્ય શિખામણ, અથવા પ્રશિક્ષણ, અથવા માહિતી અથવા સંસ્કાર જ્યાંથી મળવા જોઈતા હતા ત્યાંથી મળ્યા જ નથી ત્યારે, એ વ્યક્તિને દોષ દેવા કરતા તેને જરૂરી પ્રશિક્ષણ ન આપનાર વ્યક્તિ કે સંસ્થાનો જ દોષ ચિહ્નિત કરવો જોઈએ. આવા સમયે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે.

નોંધ: આરૂ ઢિપ્રયોગ આમ તો "બાપ એવા બીટા અને વડ એવા ટેટા" કહેવતને મળતો આવે છે. પણ અહીં એક પાયાનો તફાવત છે. આ ઉપરોક્ત રૂઢિપ્રયોગ માત્ર પિતૃ અને સંતાન વચ્ચેની સરખામણી પૂરતો માર્યાદિત નથી. કોઈ સંસ્થા અને તેના કર્મચારીઓ માટે પણ આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થઇ શકે છે. અને વળી "બાપ એવા.." કહેવત સારા કે નરસા બંને ગુણોની સરખામણી માટે ઉપયોગમાં લઇ શકાય છે. જયારે આ તો માત્ર અમુક ગુણોની અનુપલબ્ધતા માટે જ વપરાતો રૂઢિપ્રયોગ છે. વધુ સ્પષ્ટતા માટે ઉદાહરણ જુઓ.

ઉદાહરણ ૧ – “એ ભાઈ ક્યારેય પોતાનું કોમ્પ્યુટર શટડાઉન કરીને ઘરે જતો નથી. રોજ ખોટી વીજળી વેળફે છે. પણ જયારે એનો મેનેજર પોતે જ કોઈ દિવસ શટડાઉન કરતો નથી, તો પછી આ એનો જુનિયર ક્યાંથી કરવાનો હતો? કુવામાં હોય તો હવેડામાં આવે ને.”

ઉદાહરણ ૨ – “આ નાની વહુ જ્યારથી આવી છે ત્યારથી એકેય દિવસ 10 વાગ્યા પહેલા ઉઠી નથી. સાંભળ્યું છે કે એની માંએ પણ વહેલા ઉઠીને પોતાના ધણીને ચાનો કપ બનાવી નથી આપ્યો. હવે કુવામાં હોય તો હવેડામાં આવે ને".

ઉદાહરણ 3 – “આ આશ્રમના દરેક સંતો વેદાંતી હોવા છતાં નિરીશ્વર વાદી છે. આ આશ્રમના આદ્યગુરુ મૂળ સાંખ્યયોગી હતા કે જે નિરીશ્વરવાદી મત છે. પછી વેદાંતી થઈને આ આશ્રમ બનાવ્યો. તો હવે એ પોતે જ નિરીશ્વરવાદી હોય તો તેમના અનુયાયીઓ કઈ રીતે ના હોય? કુવામાં હોય તો હવેડામાં આવે ને.".

RUDHIPRAYOG - KUVAMA HOY TO HAVEDA MA AAVE NE

Arth Vistar:

Haveda is where the domestic animals come to drink water. This water comes from the well. But when the well itself does not have the water, how will the it come into Haveda? Thus when someone blames Haveda for not having water, it is pointed out that the well itself does not have water, so it can never be there in Haveda.

Similarly, when someone who is supposed to be coached by his elders or seniors, be it an individual or an organization, but the coach himself/itself lacks those qualities or skills, it can never pour in that coaching to the subject. Thus when to point out the real culprit behind the subject's failure, this idiom is used to point out that those who were supposed to teach him so and so, they themselves lack those attributes.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી