રૂઢિપ્રયોગ - ખાળે ડૂચા ને દરવાજા મોકળા

રૂઢિપ્રયોગ - ખાળે ડૂચા ને દરવાજા મોકળા

ઘણીવાર એવું બને કે આપણે નાની નાની વસ્તુઓમાં બચત કરવા જઈએ છીએ - એવી વસ્તુઓ કે જે જીવનમાં ઓછા-વત્તા અંશે જરૂરી છે. પણ એ જ વખતે મોટા મોટા અને અયોગ્ય ખર્ચા ઉપર કાપ મુકતા  નથી. ઘરના કોઈ નાના એવા ખૂણામાં રહેલી ખાળમાંથી પાણી અંદર ના આવી જાય એનું ધ્યાન રાખવામાં જતા અમુક માણસો દરવાજા ખુલ્લા મૂકી દે છે. માટે આ કેહવત તો જે તે વ્યક્તિની વિચાર્હીનતા બતાવવામાટે કટાક્ષમાં ઉપયોગમાં લેવાઈ છે.  

ઉદાહરણ - "મારી પત્ની શાકવાળા પાસે પાંચ પાંચ રૂપિયા ઓછા કરાવે છે પણ દર રવિવારે મોંઘી હોટલમાં જમવા માટે જરૂર જવા જોઈએ. ખાળે ડૂચા ને દરવાજા મોકળા."

આ કેહવત ત્યારે પણ ઉપયોગ થઈ શકે જયારે કોઈ વ્યક્તિ પ્રમાણમાં નાની એવી મુશ્કેલી સામે પુરજોશથી લડે છે પણ મોટી સમસ્યાની ઉપેક્ષા કરે છે.


ઉદાહરણ - "સરકાર ખાળે ડૂચા દે છે અને દરવાજા મોકળા છે. નાના નાના કર્મચારીઓ ની  લાંચ ઉપર પસ્તાળ પાળે છે અને મોટા મોટા અધિકારીઓને મુક્ત મને ભ્રષ્ટાચાર કરવા દે છે."


KHALE DUCHA NE DARVAJA MOKLA
Sometimes it happens that we worry about saving in small things - which are somewhat essential. But at the same time we spend so much in trivial and/or momentary things. This proverb is meant to be used against such actions in sarcasm.

This proverb is also applicable when we act severely on small issues - which are relatively less important. But at the same time we neglect more important issues.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી