કહેવત - કણક અને કન્યા - કેળવીએ એમ કુણી

કણક અને કન્યા - કેળવીએ એમ કુણી

આ કેહવત પણ અગાઉ લખેલી બે કેહવત "દીકરી ને ગાય દોરે ત્યાં જાય" અને "હલાવી ખીચડી ને મલાવી  દીકરી - બગડે બગડે ને બગડે" ની સાથે બંધ બેસતી છે. કણક - એટલે કે લોટ - બાંધવા બેસીએ ત્યારે એને ખુબ કેળવીને બાંધવો પડે છે. જો ધીરે ધીરે પાણી નાખીને દરેક બાજુએથી સરખો ટીપાય નહિ તો એ લોટની રોટલી કુણી બનતી નથી. જયારે સારી રીતે બાંધેલા લોટની રોટલી ખુબ કુણી બને છે અને લાંબા સમય સુધી કુણી રહે પણ છે. એ જ રીતે જો દીકરીને પણ સારી રીતે કેળવવામાં આવે તો એ એના સ્ત્રી સહજ સ્વભાવ પ્રમાણે ઘરમાં પ્રેમ, સંસ્કાર અને ધર્મની સુવાસ ફેલાવી દે છે.

ઉદાહરણ  - "મારી દીકરીને મેં કણક ની જેમ ઉછેરી છે. કોઈની સામે ઊંચા અવાજે વાત ના કરે. કણક અને કન્યા તો કેળવીએ એમ કુણી".

KANAK ANE KANYA - KELAVIYE EM KUNI

(Daughters (supposedly young daughters) and flour is as gentle as you knead)

This proverb is in the same essense to the other two proverbs "DIKRI NE GAY DORE TYA JAY" and "HALAVI KHICHDI NE MALAVI DIKRI - BAGDE BAGDE NE BAGDE". Kanak means flour. When you prepare the flour for chapati you have to do it gently and carefully. The chapati becomes arduous otherwise. If the daughter is brought up with care then it - true to its nature - spreads warmth, love and religion across the family.



Comments

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય