રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

ખાડો ખોદે એ પડે

કર્મનું ફળ અફર હોય છે. શાસ્ત્રો એ વાતમાં સ્પષ્ટ છે કે વ્યક્તિને કેવા કર્મો કરવા એ નક્કી કરવા માટેની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પણ પછી એ કર્મોનું ફળ શું મળશે એ નક્કી કરવાની સ્વતંત્રતા તેનામાં નથી. વ્યક્તિએ કરેલા કર્મોનું ફળ પ્રકૃતિ અથવા ભગવાન આપતા હોય છે. પછી ભલે એ ફળ આ જન્મમાં મળે કે આવનાર જન્મમાં. પ્રકૃતિનો ભૌતિક રીતે પણ એ જ નિયમ છે કે જેટલા પ્રમાણમાં ઘાત થશે એટલા પ્રમાણમાં જ અને વિરુદ્ધ દિશામાં પ્રતિઘાત પણ થશે. માટે મનુષ્યએ પોતાના કર્મો તેના દ્વારા મળનારા ફળને ધ્યાનમાં રાખીને જ કરવા જોઈએ.

આ મૂળભૂત સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને જ આ રૂઢિપ્રયોગ પ્રચલિત થયો છે. ખુબ જાણીતો આ રૂઢિપ્રયોગ આમ તો પોતે જ બધું સમજાવી દે છે. બીજાનું ખરાબ કરવા માટે કારસો ઘડનાર જયારે પોતાની જ જાળમાં ફસાઈ જાય છે ત્યારે આ કહેવત ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત પોતાની  સાથે કુદરતના નિયમની પણ પુષ્ટી કરે છે. સંસારમાં કોઈ પોતાના કરેલા કર્મોના ફળથી પર નથી એ હકીકત આ કહેવત દ્વારા દર્શાવામાં આવી છે.

ઉદાહરણ - "પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદીઓને ઉછેરતું રહ્યું. પણ આજે એ પોતે ખોદેલા ખાડામાં જ પડી ગયા છે. ત્યાંના આતંકવાદીઓ હવે તેમના લોકોને જ મારી રહ્યા છે."

KHADO KHODE AE PADE

(The one who digs the hole for others falls himself in it)

According to this well known proverb the one who conspires against someone will trapped into his own misdoings. This in a way reiterates the rule of natural justice. Nobody in this world is above the rule of Karma. One has to pay back what he gets.

Comments

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય