રૂઢિપ્રયોગ - ડોશી તો મરે પણ જમ ઘર ભાળી જાય

ડોશી તો મરે પણ જમડો (જમ  અથવા યમરાજ) ઘર ભાળી જાય 


ઘણીવાર કોઈ નાની મુશ્કેલી આવે ત્યારે એનો નિકાલ એટલા સમય પુરતો સરળ લાગતો હોય છે. પરંતુ છતાં એવી બીક પણ હોય છે કે આ નાની વિપત્તિ સામે અત્યારે તો સમાધાન કરી લઈએ   પણ એકવાર નાનું સમાધાન સહી લેવાને લીધે ભવિષ્યમાં મોટી વિપત્તિ સહન કરવાનું ક્યાંક  ના આવી પડે. ઘરમાં રહેલી ડોશી તો વૃધ્ધ અને બીમાર છે. એ મરે એમાં એટલું મોટું નુકસાન નથી જણાતું પણ જમ (એટલે કે યમરાજ ) ઘર જોઈ જાય અને બીજા લોકોને પણ એક પછી એક (બીમારી અથવા કોઈ પણ કારણસર) લઇ જાય તો એ બહુ મોટું નુકસાન થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં આપણે મુંઝવણમાં મુકાઇ જઈએ છીએ કે આ નાની વિપત્તિમાં સમાધાન કરવું કે નહિ. આ મુંજવણને  વર્ણવવામાટે આ કેહવતનો ઉપયોગ થાય છે.

ઉદાહરણ - "આ ગુંડાને અત્યારે 50 રૂપિયા આપવાનો વાંધો નથી પણ એકવાર દીધા  પછી એ વધારે રૂપિયા  માંગે તો?  ડોશી મરે એનો વાંધો નથી પણ જમ  ઘર ભાળીજાય  એની બીક છે."

DOSHI TO MARE PAN JAM GHAR BHALI JAY

Sometimes you are ready to compromise against a relatively minor problem. But at the same time you fear that this problem can worsen if you compromise on it this time. So this proverb is used to describe the dilemma in you on whether to compromise at this time or not.

Comments

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય