કહેવત - હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને બગડે

હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને બગડે 

ખીચડી એકવાર ચડવાની (પાકવાની) શરુ થઇ જાય પછી એને હલાવાય નહિ. જો હલાવીયે તો એનો સ્વાદ બગડી જાય અથવા તો કાચી પાકી રહી જાય. આ કેહવત મુજબ દીકરીઓનું પણ  અદ્દલ એવું જ હોય છે. જો દીકરીને વધુ મલાવવામાં આવે, એટલે કે વધુ લાડ લડાવવામાં આવે તો એ પણ બગડે છે. અહી બગાડવાનો અર્થ બહોળો છે. એવું પણ બની શકે કે વધુ લાડ કોડ ને કારણે એનામાં રહેલો સ્ત્રી સજાહ સહન શક્તિનો અને પરિસ્થિતિ પ્રમાણે વર્તવાનો ગુણ ઓછો થઇ જાય. સ્ત્રીઓમાં સામાન્ય રીતે સૌને કંઈક  ને કંઈક  આપવાનો ગુણ રહેલો હોય છે. જો સારી રીતે ઉછેર કરવામાં ના આવે તો એવું પણ બને કે ઈશ્વરદત્ત  આ ગુણ એનામાં ઓછો થઇ જાય. 

આ કેહવત એક બીજી કેહવત "દીકરી ને ગાય દોરે ત્યાં જાય" ની સાથે ખાસ્સી મળતી આવે છે.

ઉદાહરણ - "અતિશય લાડ લડાવેલી મારી દીકરીએ પોતાની અણસમજમાં એક મુફલીસ  છોકરા સાથે ભાગીને લગ્ન તો કર્યા પણ હવે ગરીબાઈમાં એનાથી રેહવાતું નથી. સાચી જ વાત છે કે હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને બગડે"

HALAVI KHICHDI NE MALAVI DIKRI - BAGDE BAGDE NE BAGDE

Once Khichdi starts boiling it should not be perturbed. It will spoil its taste otherwise. Same goes with daughters. According to this proverb, if you pamper your daughter too much she is bound to be spoiled by her nature. Women have inbound nature of tolerance and adaptability. They also have the tendency to give something to everybody. This god gifted nature can be ruined if you pamper and endear her too much.

This saying is very similar in nature to "DIKRI NE GAY DORE TYA JAY".

Comments

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય