રૂઢિપ્રયોગ - બકરું કાઢતા ઉંટ બેઠું

બકરું કાઢતા ઉંટ પેઠું 

અર્થ વિસ્તાર:

ઘણીવાર એવું બને કે આપણને કોઈ સમસ્યા બહુ મોટી લગતી હોય અને આપને તેનો નિકાલ કરવા જઈએ. પરંતુ નિકાલ કરવા જતા અંતે આપણને એવું જણાય કે આમ કરવા જતા આપને ખરેખરતો જે હતી એના કરતા બહુ મોટી મુશ્કેલી નોતરી દીધી છે. આંગણમાં બેઠેલું બકરું આપણને નડતું હોય છે માટે આપને એને કાઢીને જગ્યા ખાલી કરીએ છીએ પણ પછી એ ખાલી જગ્યામાં એક ઉંટ આવીને બેસીજાઈ તો આપણી શું હાલત થાય? એવી જ હાલત દર્શાવવા માટે આ કેહવતનો ઉપયોગ થાય છે.

ખાસ નોંધ - આ કેહવતનો તાત્વિક અર્થ "ડોશી તો મરે પણ જમ ઘર ભાળી જાય" એ કેહવત કરતા થોડો જુદો છે. ડોશી વાળી કેહવતમાં મોટી મુશ્કેલી એટલા માટે આવી કે તમે નાની મુશ્કેલીમાં સમાધાન કર્યું. જયારે આ કેહવાતમાં અનાયાસેજ આવી પડેલી મોટી મુશ્કેલીનું નિરૂપણ છે. બકરું કાઢતી વખતે તમને એ ખ્યાલ નહતો કે ખાલી જગ્યામાં કોઈ ઉંટ આવીને બેસી જશે. જયારે ડોશી વળી કેહવાતમાં તમને જાણ છે અને માટે બીક છે કે આ વખતે સમાધાન કરવાથી ભવિષ્યમાં મોટી મુશ્કેલી આવી શકે છે.

ઉદાહરણ - "મારે તો બકરું કાઢતા ઉંટ પેઠું. થોડા સમય માટે શરદીની દવા લીધી તો જીવનભરની એસીડીટી થઇ ગઈ."

RUDHIPRAYOG - BAKRU KADHTA UNT PETHU

Arth Vistar:

Sometimes we try to solve a small problem thinking it is big. But once it is solved you suddenly realize that now because of that solution you are now faced by a much bigger problem. You try to sway away a goat out of your backyard thinking it will make some space. But then you realize that in that vacant space now there is a camel which is much tougher to move. This proverb is used to describe such situation.

Special Note - The essence of this proverb is different than "Doshi To Mare Pan Jam Ghar Bhali Jay". In the latter saying the bigger problem arises because you compromised in the easier problem. Whereas in this saying you are not actually aware of consequences of the solution you make to your present problem. 

Comments

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય