Posts
Showing posts from 2012
રૂઢિપ્રયોગ – માં… માં… મામા આવ્યા... તારા મામા પણ મારો તો ભાઈ ને!!
- Get link
- X
- Other Apps
માં... માં... મામા આવ્યા... તારા મામા પણ મારો તો ભાઈ ને!! બાળકોને મામા વહાલા હોય છે અને તેથી એમના ઘરે આવવાથી બાળકો ખુશ થાય છે અને પોતાની માં ને સમાચાર સંભળાવે છે. બાળ સહજ નિર્દોષતાથી તેઓ પોતાની માંને જ પોતાના મામાની ઓળખાણ “મામા“ તરીકે કરાવે છે. આવે સમયે માં હળવાશથી તેમનું અજ્ઞાન હસી કાઢે છે અને સમજાવે છે કે મામા એ તમારા હશે. મારો તો એ ભાઈ છે. અને કહે છે કે તમે એને આજકાલના ઓળખો છો પણ હું તો એને નાનપણથી ઓળખું છું. આ જ રીતે કોઈ વ્યક્તિ પોતે કોઈ વિષયમાં ઊંડી જાણકારી ધરાવતી હોય તેમ છતાં બીજી કોઈ અધૂરું જ્ઞાન ધરાવતી વ્યક્તિ તેને એ જ વિષયમાં શિખામણ અથવા ક્ષુલ્લક જાણકારી આપે ત્યારે આવી રમુજી પરિસ્થિતિમાં આ કહેવત કટાક્ષમાં વપરાય છે. આ કહેવત ત્યારે પણ ઉપયોગમાં લઇ શકાય કે જયારે ઘણું ઓછું જાણતી વ્યક્તિ વધુ જાણતી વ્યક્તિને ખોટી અથવા તો અધૂરી માહિતી આપે. ઉદાહરણ ૧ – “અચ્છા બેટા, હવે તું મને બેટ પકડતા શીખવાડીસ?! માં માં મામા આવ્યા!! તું જ્યારથી ચડ્ડી પહેરતો થયો ત્યારથી હું રાજ્ય કક્ષાએ ક્રિકેટ રમું છું.” ઉદાહરણ ૨ – “આજના ભોજન સમારંભમાં મેં અજાણતા જ મૂર્ખામી કરી. લલિતભાઈની તેમના પિતા સાથે
રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી
- Get link
- X
- Other Apps
ધરમ કરતા ધાડ પડી ઘણી વાર કોઈનું સારું કરવા જતા આપણી પોતાની ઉપર મુસીબત આવી જતી હોય છે. ધર્મ બધાને અન્યોનું સારું કરવાનું શીખવાડે છે માટે આપણે એને શક્ય હોય ત્યાં સુધી અનુસરીએ છીએ. પરંતુ ક્યારેક એ આપણા માટે અહિત નોતરી લાવે છે. દાન પુણ્ય કરવું એ ધર્મ છે. પરંતુ ક્યારેક વધુ પડતું દાન પુણ્ય કરવાથી ચોર-લુટારાઓની આંખે પણ ચડી જવાય અને પછી આપણી પોતાની ઘરે પણ ધાડ પડી શકે. આ પરિસ્થિતને સાંકેતિક રીતે ઉપયોગમાં લઈને આ કહેવત બીજી ઘણી પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લઇ શકાય છે. મૂળ મુદ્દે તો જયારે આપણે કોઈ સારું કામ કરવા જઈએ અને નાહકના મુસીબતમાં મુકાઈ જઈએ ત્યારે આ કહેવત ઉપયોગમાં લેવાય છે. ઉદાહરણ ૧ – “બિચારા મહેતા સાહેબને તો ધરમ કરતા ધાડ પડી. ઓફિસમાં એક જરૂરિયાત વાળો મિત્ર આવી ચડતા એમને તિજોરીમાંથી રૂપિયા કાઢીને તત્પુરતા આપી દીધા. પરંતુ ત્યાં જ એન્ટી કરપ્શનની રેડ પડી અને સરકારી તિજોરીમાંથી ઉચાપત કરવાના આરોપસર તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.” ઉદાહરણ ૨ - "મારે તો ધરમ કરતા ધાડ પડી. હું તો માત્ર એને એના પ્રોજેક્ટમાં મદદ કરવા ગયો હતો. પણ એને તો આખે આખો પ્રોજેક્ટ જ મારી માથે નાખી દીધો. હવે એણે કરે
રૂઢિપ્રયોગ - માહેલા ગુણ મહાદેવજી જાણે
- Get link
- X
- Other Apps
માહેલા ગુણ મહાદેવજી જાણે કોઈ દંભી માણસની વાસ્તવિકતાની પ્રતીતિ કરાવતી વખતે આ કહેવતનો ઉપયોગ થાય છે. દંભી માણસો એવી જ જગ્યાએ પોતાનો દંભ આચરે છે કે જ્યાં કોઈ તેને મૂળથી ઓળખતું નથી. પરંતુ આવી વ્યક્તિને ખરેખર જાણનાર તેના પ્રભાવમાં આવતો નથી, ઉલટું તે દંભીને રોકડું પરખાવી દે છે. આ રીતે દંભીને તેની વાસ્તવિકતાનું ભાન કરાવતી વખતે – અથવા તો કોઈ ત્રાહિત વ્યક્તિને આવા દંભીની વાસ્તવિકતાનું ભાન કરાવતી વખતે – આ કહેવત નો ઉપયોગ થાય છે. માહેલા ગુણ એટલે કે દંભીની અંદર રહેલા ગુણ અને ખાસ તો અવગુણ. ઈશ્વર બધું જાણતો હોય છે. કોઈના ગુણ-અવગુણ અને સાચા-ખોટા પ્રયોજન ભલે કોઈ બીજા ના જાણતા હોય પણ ભગવાનથી કઈ જ છુપું નથી. અહી મહાદેવનો અર્થ સર્વજ્ઞ ભગવાનન છે. માટે જયારે દંભીને તેનો મૂળથી જાણકાર મળી જાય છે ત્યારે એ દંભીની સાન ઠેકાણે લાવવા માટે એમ કહે છે કે એના વિષે જેટલું ભગવાન જાણે છે એટલું જ તે પોતે પણ જાણે છે – અને માટે જ તે પોતાને મહાદેવજીની સંજ્ઞા આપે છે. આ કહેવત હળવા મિજાજ માં પણ વાપરી શકાય છે. ઉદાહરણ – “મારું પરિણામ આવ્યા પછી જયારે પપ્પા મને ખીજાતા હતા અને પોતાના ભણતરની ડંફાશો મારતા હતા ત્યારે જ ત્યાં મારા દ
કહેવત - ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો
- Get link
- X
- Other Apps
ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો માતાનો મહિમા દર્શાવતી કહેવતોમાં આ એક વધુ કહેવત છે. કોઈ સંતાનના ઉછેરની જવાબદારી આમતો માં-બાપ બંને ની હોય છે. અને જો બેમાંથી એક પણ મૃત્યુ પામે તો બાળક માટે એ એક ના પૂરી શકાય એવી ખોટ મુકતા જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ જો માંની હયાતી હોય - એટલે કે બાપનું મૃત્યુ થાય - તો એ બાળકને બહુ સારી રીતે ઉછેરી લે છે. બાપ ઘોડો ખેલંતો હોવું એટલે કે ઘોડાને રમાળતો હોવું એ પ્રતીકાત્મક રીતે દર્શાવે છે કે બાપ શારીરિક રીતે અને પૈસે ટકે પણ સુખી છે. અને દરણાની દળનાર માં એટલે કે આર્થિક અને સામાજિક રીતે નબળી એવી માં. અગાઉના જમાનામાં આર્થિક રીતે નબળા વર્ગની સ્ત્રીઓ ઘરે ઘરે દરણા દળવા જતી અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવતી. આમ આ કહેવત મુજબ બાપ બધી રીતે સક્ષમ હોય અને માં બધી રીતે ઓશિયાળી હોય તો પણ બાળક માટે તો બાપ ની બદલે તેની માં તેની સાથે રહે એ જ એના હિતમાં છે. ભગવાને માંને સ્વભાવગત રીતે જ બાળક ની કેળવણી કરવાના ગુણ આપ્યા છે અને પ્રેમ અને વાત્સલ્ય તો માંના બીજા નામ છે. બાપ ગમે તેટલો સક્ષમ હોય પરંતુ આ ગુણો તેનામાં મૂળભૂત રીતે જ નથી હોતા. આ કહેવત એટલે પણ કહેવામાં આ
કહેવત - સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર
- Get link
- X
- Other Apps
સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર અર્થ વિસ્તાર: ભારતીય સંસ્કૃતિમાં માંના ગુણ વિશેષ રીતે ગાવામાં આવ્યા છે. માંને ઈશ્વરતુલ્ય ગણવામાં આવે છે. માટે જ માં માટે ઘણી કહેવતો કહેવાણી છે. આ કહેવતમાં પણ માં વિનાના ઘર કે સંસારને સાકર વિનાના કંસાર સાથે સરખાવવામાં આવ્યો છે. કંસાર મીઠો હોવો જરૂરી છે. કંસાર એ સંબંધોની મીઠાસનું પ્રતિક છે. જો એમાં સાકર જ ના હોય તો એ માત્ર મોળો જ નથી લાગતો પણ સંબંધોમાંથી પ્રતીકાત્મક રીતે મીઠાસ પણ છીનવી લે છે. એ જ રીતે માંનું કામ ઘરને સંગઠિત રાખીને સંબંધોમાં મીઠાસ ફેલાવવાનું હોય છે. જ્યાં સુધી માં ઘરમાં હોય ત્યાં સુધી ભાઈ-ભાંડુઓ અને બાપ દીકરા વચ્ચે મીઠાસ જળવાઈ રહે છે. માંની અવેજીમાં આ મીઠાસ જળવાઈ જ રહે એની કોઈ ખાતરી નથી. ઉપયોગ - "જ્યાં સુધી માં હતી ત્યાં સુધી બધા ભાઈઓ માંની આંખની શરમે પણ વર્ષમાં એક વાર દિવાળી ટાણે પ્રેમથી મળતા હતા. પણ માંના ગયા પછી બે વર્ષથી કોઈએ એકબીજાના ખબર પણ પૂછ્યા નથી. સાચે જ, સાકર વિના મોળો કંસાર ને માં વિના સુનો સંસાર." SAKAR VINA MOLO KANSAR, MA VINA SUNO SANSAR Arth Vistar: In the Indian culture the mother is p
રૂઢિપ્રયોગ - સીદી બાઈને સીદકા વહાલા
- Get link
- X
- Other Apps
સીદી બાઈને સીદકા વહાલા આ કહેવતમાં માંની મમતા દર્શાવવામાં આવી છે. માં ની મમતા પોતાના સંતાનના રૂપ રંગ, ગુણ અવગુણ નથી જોતી. પ્રમાણમાં કદરૂપા અથવા કોઈ અવગુણ વાળા બાળકો કદાચ આપણને ગમે કે ના પણ ગમે. પણ શું એ પ્રશ્ન એ બાળકોની માં ને હશે? ના જ હોય. એમને મન તો એમનું સંતાન જેવું હોય એવું જ તેને વહાલું હોય છે. સીદી એટલે કે હબસી જાતિના બાળકો તેમના આનુંવાન્ષિક ગુણ પ્રમાણે કળા જ હોય છે. ઉજળી જાતિના આપના જેવા લોકો ને એ બાળકો ગમે કે ના પણ ગમે, પરંતુ એ બધા પોતાની માતાને તો એટલા જ વહાલા હોય છે જેટલા સવર્ણ માં ને તેના બાળકો હોય છે. અહી સીદકા એટલે સીડી બાળકો. ઉદાહરણ - " રમા બેનનો દીકરો જન્મથી જ અંધ અને અપંગ છે. રમાબેન આખો દિવસ એના જ કામમાં રહે છે પણ ક્યારેય કોઈની પાસે ફરિયાદ નથી કરી. સાચે જ, સીડી બાઈને સીદકા વહાલા. " ઘણી વખત આ કહેવત કટાક્ષમાં પણ ઉપયોગમાં લેવાય છે. જયારે કોઈ પોતાની વસ્તુને કોઈ દેખીતા કારણ વગર અનહદ રીતે ચાહતું હોય ત્યારે આ કહેવતનો ઉપયોગ કરી શકાય. ઉદાહરણ - " નાચીઝ નામનો શાયર આમતો સાવ બકવાસ શાયરી લખે છે પણ કોઈ એના વિષે કાંઈ ઘસાતું કહે તો તરત ઉકળી ઉઠે છે.
રૂઢિપ્રયોગ - વરને કોણ વખાણે? વર ની માં!
- Get link
- X
- Other Apps
વરને કોણ વખાણે? વર ની માં! પ્રથમ દ્રષ્ટીએ માત્ર વર અને તેની માં ને લાગુ પડતી આ કહેવત ખરેખર તો બહોળા ઉપયોગમાં લઇ શકાય છે. લગ્નોત્સુક વરના વખાણ તેની માતા જ કરે એમાં શું નવાઈ? કોઈ બીજા વખાણ કરે તો તેની સાચી આબરુની ખબર પડી શકે. આમ કોઈ વસ્તુના વખાણ તેનો વિક્રેતા જ કરતો હોય તો ખાસ માની લેવા યોગ્ય ના ગણાય. ઉલટાના વિક્રેતા દ્વારા થતા આવા વખાણ સંભાળનાર માટે અર્થ વગરના અને હાસ્યાસ્પદ બની રહે છે. કોઈ વ્યક્તિ અથવા વસ્તુ ઉપર વ્યાપક અણગમો હોય અને આ વાત બધા જાણતા હોય છતાં તે વ્યક્તિ કે વસ્તુના વિક્રેતા એના ખોટા વખાણ કર્યા કરે ત્યારે આ કહેવત કટાક્ષમાં કહેવાય છે. ઉદાહરણ - " આખી દુનિયા જાણે છે કે ચાયનીઝ વસ્તુઓ તદ્દન હલકી ગુણવત્તાની હોય છે. છતાં ચીની સરકાર તેમની બનાવેલી વસ્તુઓના વખાણ કરતા થાકતા નથી. વરને કોણ વખાણે? વારની માં! " VAR NE KON VAKHANE? VAR NI MA! (Admires the groom who? His mother!) This proverb might seem like related only to the groom and his mother at the first sight. But it is used in a very broad meaning. There is little surprise in groom (or a wannabe groom) bein
કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા
- Get link
- X
- Other Apps
માં તે માં બાકી બધા વગડાના વા અર્થ વિસ્તાર: ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ માં ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય. ઉદાહરણ – “ હું ગામડેથી શહેર કાકાના ઘરે ભણવા માટે તો ગયો. કાકી મને રાખતા પણ બહુ સારી રીતે. પણ માં ની યાદ આવ્યા વિના રહેતી નહોતી. જમવામાં પણ માં ના પ્રેમની મીઠાસ નહોતી જડતી. માં તે માં બાકી બધા વગડા ના વા. ” MA TE MA BAKI BADHA VAGDA NA VA (Mother is mother - seasonal winds are other ) Arth Vistar: This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the love
કહેવત - છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય
- Get link
- X
- Other Apps
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય અર્થ વિસ્તાર: આ કહેવતમાં માં-બાપનો સંતાન માટેનો પ્રેમ અને ત્યાગ વર્ણવવામાં આવ્યો છે. છોરું કછોરું થાય એટલે કે સંતાન ક્યારેક એવી પાકે કે જે માવતરના કહ્યામાં ના હોય. એવા પણ લોકો જોઈએ છીએ કે જે પોતાના માં-બાપને ખુબ દુખ આપે છે. પોતાના માં-બાપને ના સાચવતા અને તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા સંતાનો તો અગણિત છે. આજના જમાનામાં તો સંપત્તિ માટે માં-બાપને મારી નાખે એવો સંતાનો પણ પેદા થાય છે. પણ ક્યારેય એવું સાંભળ્યું કે માવતરોએ સંપત્તિ માટે પોતાના સંતાનો ને દુખ આપ્યું? ઉલટાના વિશ્વના દરેક માં-બાપ પોતાના મોઢાનો કોળિયો કાઢીને પોતાના સંતાનોને ખવડાવતા હોય છે. દુનિયાના દરેક માં-બાપ પોતાની શક્તિ પ્રમાણે પોતાની સંતાનને સારામાં સારી રીતે ઉછેરતા હોય છે અને સારામાં સારું પોષણ આપતા હોય છે. આમ આ કહેવત માવતરની મોટાઈ બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત ખાસ કરીને ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે કે જયારે સંતાન પોતાના માવતરને ખુબ દુખ આપે પણ એના બદલામાં માવતર એને પ્રેમ અને ત્યાગ જ આપતા હોય છે. આ કહેવત આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી દ્વારા રચિત દેવ્યાપરાધક્ષમા
કહેવત - માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી
- Get link
- X
- Other Apps
માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી માં વગરની દીકરી એટલે કે જેની સગી માં મારી ગઈ હોય એવી દીકરીની પરિસ્થિતિ ખરાબ હોય છે. સાવકી માં હોય કે ના હોય, આવી દીકરીની સંભાળ લેનાર કે એનું ઉપરાણું લેનાર કોઈ ના હોય. એની સ્થિતિ ઘરમાં એક નોકરાણી જેવી હોય છે. ત્યાં સુધી કે એના સારા નરસા અને સગપણનું પણ વિચારનાર કોઈ ના હોય. સામાન્ય રીતે આપણા સમાજ માં એવું જોવામાં આવતું કે આવી દીકરીને તેના લગતા વળગતા કોઈ અયોગ્ય મુરતિયા કે જેને સરળતાથી કોઈ દીકરી આપવા તૈયાર ના હોય તેની સાથે પરણાવી દેવામાં આવે છે. જો માં હોય તો દીકરીનું ઉપરાણું લે અને એના સારા ખરાબ નો વિચાર કરે. બાપમાં સામાન્ય રીતે દીકરીને ઉછેરવાની કુનેહ હોતી નથી. આવી દીકરી જેમ રસ્તામાં ઠીકરી રાજડતી હોય તેમ રજડી પડે છે. ઉદાહરણ - “ રીનાની માં ગુજરી ગઈ ત્યારથી એ અચાનક મોટી થઇ ગઈ. રીનાની કાકી અને ફોઈ તેની પાસે ઘરનું બધું કામ કરાવી લે છે. અને હવે તો એની અપર માં આવવાની છે. કોણ જાણે શુ થશે બિચારીનું. એક જ આશા છે કે એનું સગપણ સારે ઠેકાણે થાય. બાકી તો માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી. ” MA VAGARNI DIKRI RAJDE JEM THIKRI (Daughters without moth
કહેવત – ઉકેડી (ઉકરડી) અને દીકરીને વધતા વાર ના લાગે
- Get link
- X
- Other Apps
ઉકેડી (ઉકરડી) અને દીકરીને વધતા વાર ના લાગે સામાન્ય રીતે દીકરીઓ દીકરાઓની સરખામણીમાં જલ્દી મોટી થતી હોય એવું લાગે છે. માં-બાપ ને એ ખબર પણ નથી પડતી કે એમની દીકરી ક્યારે એક નિર્દોષ બાળકીમાંથી નવયૌવના બની ગઈ. જેમ ઘર કે મહોલ્લાની સહિયારી ઉકરડી વારે વારે સાફ કરો તો પણ જોત જોતામાં મોટો ઉકેળો બની જાય છે તેમ દીકરીઓ પણ જોતજોતામાં યુવાન થઇ જાય છે. અહી કહેવત નો ઉદ્દેશ એ છે કે દીકરીઓના ઉછેરમાં અને એની કેળવણીમાં વડીલોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકી યુવાનીના ઉંબરે આવીને ઉભી રહે ત્યારે તેને નાની બાળકીની જેમ ના રાખી શકાય. જો કે કહેવતનો ઉદ્દેશ સારો છે, પણ દીકરીને ઉકરડી સાથે સરખાવવી એ અત્યંત નિંદનીય અને શરમજનક બાબત છે. નોંધ: કહેવત ભલે કોઈ પણ ભાવાર્થમાં કહેવાઈ હોય પણ એના શબ્દો ખરેખર શરમજનક છે. દીકરીને – અને એ પણ ઉછરતી દીકરીને - ઉકેડી સાથે સરખાવવી એ ખરેખર અક્ષમ્ય છે. અહી આ કહેવતની નોંધ લેવાનો હેતુ માત્ર એક યાદી બનાવવા પુરતો છે. ઉદાહરણ: “ સવિતાબેનની દીકરી હવે પંદર વર્ષની થઇ ગઈ તો પણ એને શાલીન અને સુઘડ કપડા પહેરવાનું ભાન નથી. સવિતાબેન પણ હજી તેને ગમ્મે તેવા કપડા પહેરતા રોકતા નથી. એમને મન તો
રૂઢિપ્રયોગ – માગીને ખાવું ને એ પણ ગરમ
- Get link
- X
- Other Apps
માગીને ખાવું ને એ પણ ગરમ ઘણા લોકો એવું કરતા હોય છે કે પોતે તો કોઈ બીજાની મહેરબાની ઉપર આધાર રાખીને બેઠા હોય – પછી તે કોઈપણ પરિસ્થિતિને લાગુ પડી શકાય – છતાં એવી અપેક્ષા રાખીને બેઠા હોય કે આપનાર અથવા તો તેનું કામ કરનાર સૌથી ઉચ્ચ કોટિનું અને તેને પોતાને ગમે એવું કામ કરી આપે. કોઈ ભિખારી ખાવાને રોટલો માગે અને જયારે ઠંડો રોટલો મળે ત્યારે એને ઠુકરાવીને ગરમ રોટલાની માંગણી કરે એવો ઘાટ સર્જાય છે. ઉદાહરણ – “ દિનેશભાઈના છોકરાને કોઈ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન મળતું નહોતું તો મેં એક મારા જાણીતાની કોલેજમાં એનું એડમિશન કરાવ્યું. છતાં હવે દિનેશભાઈ કહે છે કે મેં એમના છોકરાનું સાવ નબળી કોલેજમાં એડમિશન કરાવ્યું. એક તો માગીને ખાવું ને એ પણ ગરમ. બોલો! ” MAGINE KHAVU NE AE PAN GARAM (Eating by bagging yet demanding fresh food) Some people are of such mentality that even if they rely on someone’s generosity – in any kind of situation – they still want the giver to give them best in the world of what they want. It is like a bagger bagging for food but when we give him food h
રૂઢિપ્રયોગ - કાગનું બેસવું ને ડાળનું પડવું
- Get link
- X
- Other Apps
કાગનું બેસવું ને ડાળનું પડવું ખુબ જાણીતી આ કહેવતમાં એવી પરિસ્થિતિ વર્ણવવામાં આવી છે કે જ્યારે વાસ્તવિક રીતે કોઈ બે ઘટનાઓ એક બીજા સાથે કોઈ રીતે સંકળાયેલ ના હોવા છતાં તેઓ એક સાથે કૈક એવી રીતે ઘટે છે કે એવું જ લાગે કે એક પુરોગામી – અને મોટે ભાગે નગણ્ય એવી - ઘટનાને લીધે ત્યારે પછીની મોટી ઘટના બની ગઈ. આ પરિણામી ઘટના મોટે ભાગે તો અહિતકારી હોય ત્યારે જ આ કહેવત વપરાય છે. ઉદાહરણ – “ટીવીનું રીમોટ આમ તો પપ્પા પાસે રહે છે પણ એકવાર મેં ચેનલ બદલવા માટે હાથમાં લીધું તો રીમોટજ બંધ થઇ ગયું. કાગનું બેસવું ને ડાળનું પાળવું એવું થયું. પણ ત્યારથી પપ્પાએ મારા હાથમાં રીમોટ આપવાનુંજ બંધ કરી દીધું.” KAG NU BESVU NE DAL NU PADVU This well-known proverb is used when two unrelated events occur almost – but not exactly - pararally which gives the feeling to the observer that the former was the cause of the latter event. Although the former event is seemingly unrelated or insignificant to cause the latter. A crow sitting on a branch of tree cannot be the cause of the branch brakin
રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન
- Get link
- X
- Other Apps
નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન આ કેહવત પણ અગાઉ કહેલી કહેવત " મારવો તો મુઘલ " અને " મારવો તો મીર " ની સાથે અદ્દલ મળતી આવે છે. ફરક ખાલી એટલો છે કે આ કહેવત ઉચ્ચ કોટિનું અને સારા પ્રયોજન નું મહત્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે અગાઉની કહેવત કોઈ સંસ્થા કે વ્યવસ્થાના સૌથી ઉચ્ચ અને શક્તિશાળી વ્યક્તિને પડકારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ માણસ ખુબ ઊંચું અને આસાનીથી પામી ના શકાય એવું લક્ષ્ય રાખે અને ઘણા પ્રયત્નો કરવા છતાં એને મેળવી ના શકે તો એ વ્યક્તિ માફીને પાત્ર છે. આવા કિસ્સામાં જે તે વ્યક્તિનો જાજો વાંક કાઢી શકાય નહિ. પણ જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ સરળતાથી આંબી શકાય એવું લક્ષ્ય બનાવી લે તો એ અક્ષમ્ય ગણાય. ભલે પછી તે એ લક્ષ્ય પ્રાપ્ત કરે કે ના કરે. માણસે હંમેશા પોતાની જાતને સુધારતા રહી જીવનમાં સતત ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. પાછળથી ઉમેરેલ: આ ઉક્તિના લેખક શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. અહીં નીચે કમેન્ટ્સ વિભાગમાં એક પ્રતિભાવક દ્વારા આ માહિતી મળી છે જેનો હું આભાર માનું છું. ઉદાહરણ 1 - " બેટા તું આજે પાસ થઇ ગયો છતાં હું ત
રૂઢિપ્રયોગ - મારવો તો મુઘલ
- Get link
- X
- Other Apps
મારવો તો મુઘલ આ કહેવત મુઘલોના સમયની છે. મુઘલ બાદશાહો બહુ શક્તિશાળી ગણાતા એ સમય માં. વાળી તેઓ એટલા જ જુલમી પણ હતા. આ કારણથી મુઘલને મારવો એ ઉચ્ચ કોટિનું અને અઘરું કામ કેહવાતું. માટે કોઈને મોટા કામ કરવા માટે પ્રેરણા આપવા માટે આ કહેવત ઉપયોગમાં લેવાય છે. આ કહેવત દ્વારા નાના કામ અને સરળ કામ ને અવગણવાનું કહેવામાં આવે છે અને મોટા તથા અઘરા કામ કરવાનો મહિમા કરવામાં આવે છે. ઉદાહરણ - " હું કઈ નાના મોટા કર્મચારીને હેરાન નથી કરવાનો. હું તો સીધો કંપનીના માલિકને જ સપાટામાં લેવાનો છું. મારવો તો મુઘલ. " આ જ કહેવત ઉપરથી એક બીજી આવી જ કહેવત પણ જાણીતી છે. " મારવો તો મીર ". અહી મીર એટલે મીર જાફર કે જે બંગાળનો નવાબ હતો અને અંગ્રેજો સાથે મળીને દેશને ગુલામ બનાવવામાં સિંહફાળો આપ્યો હતો. આ ઉપરાંત એક બીજો મીર પણ હતો, મીર બાંકી. મીર બાંકી મુઘલ સુલતાન બાબરની સેનાનો સેનાપતિ હતો અને અત્યંત નિર્દયી અને આતતાઈ હતો. આ રૂઢિપ્રયોગ આ બંને મીરને ધ્યાનમાં રાખીને પ્રચલિત થયો હોય એવું બની શકે. MARVO TO MUGHAL This proverb is the from the times of Mughals. The Mughal emperors wer
કહેવત - સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે
- Get link
- X
- Other Apps
કહેવત - સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે ઘણી જાણીતી આ કહેવતમાં સુરતી ખાણીપીણીની અને કાશીમાં મળેલ મૃત્યુની મહિમા કરેલી છે. સુરતી વાનગીઓ તો સુપ્રસિદ્ધ છે જ. ત્યાંના જમણનો સ્વાદ અને વાનગીના પ્રકાર કૈક અલગ જ હોય છે. વાળી એવું કેહવામાં આવે છે કે પવિત્ર નગરી કાશી (વારાણસી), ભગવાન કાશીવિશ્વનાથના ધામમાં જો કોઈને મૃત્યુ મળે તો તેનો મોક્ષ થઇ જાય છે. ઉદાહરણ - " જીવનમાં હવે માત્ર બે જ ઈચ્છા બાકી રહી છે. સુરતનું જમણ અને કાશીનું મરણ. " SURAT NU JAMAN NE KASHI NU MARAN - NASIBDAR NE J MALE (Fortunate are those who get food of Surat and death in Kashi) This well known proverb describes the good reputation of the food of Surat and the death received in the sacred city of Kashi. It is used in its literal meaning.
રૂઢિપ્રયોગ - હાથના કર્યા હૈયે વાગ્યા
- Get link
- X
- Other Apps
હાથના કર્યા હૈયે વાગ્યા આ કહેવત શાબ્દિક રીતે તો અગાઉ લખેલી કહેવત "ખાડો ખોદે એ પડે" ને મળતી આવતી લાગે છે. પરંતુ ખરેખર આ કહેવતનો અર્થ/ઉપયોગ સાવ ઉંધો જ છે. કોઈ વ્યક્તિ જયારે જાણે-અજાણે કોઈ ભૂલ કરી બેસે અને પછી એનું ફળ ભોગવવું પડે ત્યારે આ કહેવત નો ઉપયોગ થાય છે. આ કહેવત ને ઉદાહરણ વડે જ વધુ સમજી શકાશે. ઉદાહરણ - " મેં મારા છોકરાને પરદેસ ભણવા મોકલ્યો અને એ ત્યાનો જ થઈને રહી ગયો. હવે હું દોષ દઉં તો પણ કોને દઉં. મારા હાથના કર્યા જ મને હૈયે વાગ્યા. " HATH NA KARYA HAIYE VAGYA (Damned by one's own deed) By the literal meaning this proverb would seem similar to the proverb " KHADO KHODE AE PADE ". But in fact this proverb has rather different meaning/usage. When someone is facing bitter consequences of his own mistakes - made knowingly or unknowingly - he would use this proverb.
રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે
- Get link
- X
- Other Apps
ખાડો ખોદે એ પડે કર્મનું ફળ અફર હોય છે. શાસ્ત્રો એ વાતમાં સ્પષ્ટ છે કે વ્યક્તિને કેવા કર્મો કરવા એ નક્કી કરવા માટેની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પણ પછી એ કર્મોનું ફળ શું મળશે એ નક્કી કરવાની સ્વતંત્રતા તેનામાં નથી. વ્યક્તિએ કરેલા કર્મોનું ફળ પ્રકૃતિ અથવા ભગવાન આપતા હોય છે. પછી ભલે એ ફળ આ જન્મમાં મળે કે આવનાર જન્મમાં. પ્રકૃતિનો ભૌતિક રીતે પણ એ જ નિયમ છે કે જેટલા પ્રમાણમાં ઘાત થશે એટલા પ્રમાણમાં જ અને વિરુદ્ધ દિશામાં પ્રતિઘાત પણ થશે. માટે મનુષ્યએ પોતાના કર્મો તેના દ્વારા મળનારા ફળને ધ્યાનમાં રાખીને જ કરવા જોઈએ. આ મૂળભૂત સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને જ આ રૂઢિપ્રયોગ પ્રચલિત થયો છે. ખુબ જાણીતો આ રૂઢિપ્રયોગ આમ તો પોતે જ બધું સમજાવી દે છે. બીજાનું ખરાબ કરવા માટે કારસો ઘડનાર જયારે પોતાની જ જાળમાં ફસાઈ જાય છે ત્યારે આ કહેવત ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત પોતાની સાથે કુદરતના નિયમની પણ પુષ્ટી કરે છે. સંસારમાં કોઈ પોતાના કરેલા કર્મોના ફળથી પર નથી એ હકીકત આ કહેવત દ્વારા દર્શાવામાં આવી છે. ઉદાહરણ - " પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદીઓને ઉછેરતું રહ્યું. પણ આજે એ પોતે ખોદેલા ખાડામાં જ પડી ગયા છે. ત્
રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ
- Get link
- X
- Other Apps
પાડાના વાંકે પખાલીને ડામ આપને ઘણી વખત એવું થતું જોઈએ છીએ કે કોઈ સાચો અપરાધી કે કંઈક ખોટું કામ કરનાર વ્યક્તિ સાવ છૂટથી ફરતી હોય છે પણ એને નિર્દોષ ભાવે, જાણે-અજાણે નાનો એવો સાથ આપનાર વ્યક્તિ ઉપર મુસીબતના ડુંગર તૂટી પડે છે. આવી પરિસ્થિતિમાં દંડ પામનાર વ્યક્તિનો હકીકતે કોઈ વાંક-ગુનો હોતો નથી છતાં એને સહન કરવું પડે છે. આ ઘટનાને આ કહેવતમાં વર્ણવવામાં આવી છે. પાડાને સાચા ગુનેગાર તરીકે અને પખાલીને (પાડાના ચાલક અથવા માલિકને ) નિર્દોષ સહાયક તરીકે બતાવ્યા છે. પાડો ગામમાં કંઈ ઉથલ પાથલ કરી દે તો બધા પાડાને મારવાને બદલે પખાલીને જ ડામ (અથવા તો દંડ ) દે છે. ઉદાહરણ 1 - " એ આતંકવાદી તો ભાગી ગયો પણ તેને ટ્રેનની ટીકીટ કઢાવી આપનાર એજન્ટ બિચારો જિંદગીભર માટે કોર્ટના ધક્કા ખાતો થઇ ગયો. પાડાના વાંકે પખાલીને ડામ . " આ કહેવતમાં અપરાધીને ખરેખર અપરાધી હોવું જરૂરી નથી. એ કોઈ મોટી ભૂલ કરનાર વ્યક્તિ પણ હોઈ શકે. મૂળ વાત એ છે કે મોટી ભૂલ કરનાર છૂટથી ફરે છે અને એમના સાથીદાર મુસીબતમાં મુકાઈ જાય છે. આ અર્થ મુજબ એક વધુ ઉદાહરણ નીચે મુજ છે. ઉદાહરણ 2 - " જનકભાઈનો દીકરો લોકો પાસેથી લ
કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા
- Get link
- X
- Other Apps
બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા આ કેહવત પ્રમાણે માણસને બાર વર્ષે બુદ્ધિ આવી જવી જોઈએ. સાન એટલે કે શાણપણ સોળ વર્ષે અને વાન એટલે કે પુરા રંગ રૂપ વીસ વર્ષે આવી જ જવા જોઈએ. જો ના આવે તો એ ક્યારે આવે એ કહી શકાય નહિ. સમાજ માં નજર નાખતા આ કહેવત ઘણે અંશે સાચી લાગે છે. બાર વર્ષ વટાવી ચુકેલ કિશોરને બાળક ના કહી શકાય કારણ કે એની બુદ્ધિ નો હવે સારો એવો વિકાસ થઇ ગયો હોય છે. સોળ વર્ષનો તરુણ સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સારી રીતે સમજી શકે છે. અને વીસ વર્ષે એ તરુણ પુરો યુવાન કે યુવતી બની જાય છે અને એ સમયે તે તેના રૂપની ચરમ સીમાની નજીક હોય છે. પરંતુ સમાજ માં ઘણા એવા લોકો આપણેં જોઈએ છીએ કે જેમની સારી એવી ઉમર થઇ જવા છતાં આ બધા ગુણોને પામ્યા ના હોય. ઉદાહરણ - " કરસનભાઈના બંને દીકરાઓ મોટા ઢાંઢા જેવડા થઇ ગયા તોયે નથી અક્કલના ઠેકાણા કે નથી રંગરૂપ ના ઠેકાણા. બારે બુદ્ધિ, સોળે સાન ને વિસે વન - આવ્યા તો આવ્યા નહીતર ગયા. કોણ જાણે શુ કરશે એ બંને જીવનમાં જીવનમાં. " BARE BUDHDHI, SOLE SAN NE VISE VAN - AAVYA TO AAVYA NAHITAR GAYA (Intelligence at twelve, sanity at
કહેવત - કણક અને કન્યા - કેળવીએ એમ કુણી
- Get link
- X
- Other Apps
કણક અને કન્યા - કેળવીએ એમ કુણી આ કેહવત પણ અગાઉ લખેલી બે કેહવત " દીકરી ને ગાય દોરે ત્યાં જાય " અને " હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને બગડે " ની સાથે બંધ બેસતી છે. કણક - એટલે કે લોટ - બાંધવા બેસીએ ત્યારે એને ખુબ કેળવીને બાંધવો પડે છે. જો ધીરે ધીરે પાણી નાખીને દરેક બાજુએથી સરખો ટીપાય નહિ તો એ લોટની રોટલી કુણી બનતી નથી. જયારે સારી રીતે બાંધેલા લોટની રોટલી ખુબ કુણી બને છે અને લાંબા સમય સુધી કુણી રહે પણ છે. એ જ રીતે જો દીકરીને પણ સારી રીતે કેળવવામાં આવે તો એ એના સ્ત્રી સહજ સ્વભાવ પ્રમાણે ઘરમાં પ્રેમ, સંસ્કાર અને ધર્મની સુવાસ ફેલાવી દે છે. ઉદાહરણ - " મારી દીકરીને મેં કણક ની જેમ ઉછેરી છે. કોઈની સામે ઊંચા અવાજે વાત ના કરે. કણક અને કન્યા તો કેળવીએ એમ કુણી ". KANAK ANE KANYA - KELAVIYE EM KUNI (Daughters (supposedly young daughters) and flour is as gentle as you knead) This proverb is in the same essense to the other two proverbs " DIKRI NE GAY DORE TYA JAY " and " HALAVI KHICHDI NE MALAVI DIKRI - BAGDE BAGDE NE BAGDE
કહેવત - હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને બગડે
- Get link
- X
- Other Apps
હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને બગડે ખીચડી એકવાર ચડવાની (પાકવાની ) શરુ થઇ જાય પછી એને હલાવાય નહિ. જો હલાવીયે તો એનો સ્વાદ બગડી જાય અથવા તો કાચી પાકી રહી જાય. આ કેહવત મુજબ દીકરીઓનું પણ અદ્દલ એવું જ હોય છે. જો દીકરીને વધુ મલાવવામાં આવે, એટલે કે વધુ લાડ લડાવવામાં આવે તો એ પણ બગડે છે. અહી બગાડવાનો અર્થ બહોળો છે. એવું પણ બની શકે કે વધુ લાડ કોડ ને કારણે એનામાં રહેલો સ્ત્રી સજાહ સહન શક્તિનો અને પરિસ્થિતિ પ્રમાણે વર્તવાનો ગુણ ઓછો થઇ જાય. સ્ત્રીઓમાં સામાન્ય રીતે સૌને કંઈક ને કંઈક આપવાનો ગુણ રહેલો હોય છે. જો સારી રીતે ઉછેર કરવામાં ના આવે તો એવું પણ બને કે ઈશ્વરદત્ત આ ગુણ એનામાં ઓછો થઇ જાય. આ કેહવત એક બીજી કેહવત " દીકરી ને ગાય દોરે ત્યાં જાય " ની સાથે ખાસ્સી મળતી આવે છે. ઉદાહરણ - "અતિશય લાડ લડાવેલી મારી દીકરીએ પોતાની અણસમજમાં એક મુફલીસ છોકરા સાથે ભાગીને લગ્ન તો કર્યા પણ હવે ગરીબાઈમાં એનાથી રેહવાતું નથી. સાચી જ વાત છે કે હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને બગડે" HALAVI KHICHDI NE MALAVI DIKRI - BAGDE BAGDE NE BAGDE Once Kh
કહેવત - દીકરી ને ગાય માથું મારી ખાય
- Get link
- X
- Other Apps
દીકરી ને ગાય માથું મારી ખાય આ કેહવત એક મૂળ કેહવત " દીકરી ને ગાય દોરે ત્યાં જાય " નું રમુજી સંસ્કરણ છે. ગાય ને જો ખોરાક મળતો હોય તો એ એના પશુ સ્વભાવને કારણે માથું મારીને પણ ખાવા પ્રયત્ન કરે છે. દીકરીઓ આમ તો લગ્ન પછી સાસરે જરી રહે છે પરંતુ વારે તેહવારે લેવા દેવા ના ભાગ રૂપે કઇ ને કઇ ખર્ચો કરાવતી રહે છે. ભલે પછી એ ખર્ચો ઇચ્છિત હોય કે અનિછિત. આ કેહવત હળવી પળોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આનો ઉપયોગ દીકરીઓને સંભળાવવા માટે થતો નથી. મોટે ભાગે આનો ઉપયોગ દીકરી સાથે મજાક ઉડાડવા માટે કે ટીખળ કરવા માટે થાય છે. ઉદાહરણ - "હા મારી દીકરી તું પણ તારા ભાગની સાડી લેતી જા. મારાથી તને ના થોડી પડાશે! દીકરી ને ગાય તો માથું મારી ખાય." DIKRI NE GAY MATHU MARI KHAY This proverb is the funny version of " DIKRI NE GAY DORE TYA JAY ". A cow, true to its animal nature, would head break her way to food. Similar to that, even after marriage of the daugher her family is till in sort of debt to give her something every now and then in festivals or occasions etc. Wheth
કહેવત - દીકરી ને ગાય દોરો ત્યાં જાય
- Get link
- X
- Other Apps
દીકરી ને ગાય દોરો ત્યાં જાય દીકરી અને ગાય બંનેને જેવી ટેવ પડીએ એવી ટેવ પડે છે. બંને સ્વભાવથી જ ખુબ ડાહી અને પ્રેમાળ હોય છે માટે મોટાનુ કહ્યું કરે છે. માટે જ બંનેની સારસંભાળ, જાળવણી, કેળવણી અને દોરવણીનું ધ્યાન શરૂઆતથી જ રાખવું જોઈએ. જો નાનપણથી જ આ બાબતોનું ધ્યાન ના રાખીએ તો પુખ્ત થયા પછી આ વિષયમાં ઝાઝુ કાઈ થઇ શકતું નથી. આ પરિસ્થિતિ દર્શાવવા માટે ઉપરોક્ત કેહવત કેહવામાં આવી છે. ઉદાહરણ - " તમારે તમારી દીકરીને પહેલેથીજ કામકાજ શીખવાડવાની જરૂર હતી. દીકરી ને ગાય તો દોરે ત્યાં જાય. " DIKRI NE GAY DORE TYA JAY According to this proverb, a daughter is like a cow. She learns what you teach her. She turns as you mold her. Because of this very nature one should take more care about growing the daughter from the beginning. If one fails to do this his daughter may well take the wrong path in the life. There is not much you can do after that.
રૂઢિપ્રયોગ - બકરું કાઢતા ઉંટ બેઠું
- Get link
- X
- Other Apps
બકરું કાઢતા ઉંટ પેઠું અર્થ વિસ્તાર: ઘણીવાર એવું બને કે આપણને કોઈ સમસ્યા બહુ મોટી લગતી હોય અને આપને તેનો નિકાલ કરવા જઈએ. પરંતુ નિકાલ કરવા જતા અંતે આપણને એવું જણાય કે આમ કરવા જતા આપને ખરેખરતો જે હતી એના કરતા બહુ મોટી મુશ્કેલી નોતરી દીધી છે. આંગણમાં બેઠેલું બકરું આપણને નડતું હોય છે માટે આપને એને કાઢીને જગ્યા ખાલી કરીએ છીએ પણ પછી એ ખાલી જગ્યામાં એક ઉંટ આવીને બેસીજાઈ તો આપણી શું હાલત થાય? એવી જ હાલત દર્શાવવા માટે આ કેહવતનો ઉપયોગ થાય છે. ખાસ નોંધ - આ કેહવતનો તાત્વિક અર્થ " ડોશી તો મરે પણ જમ ઘર ભાળી જાય " એ કેહવત કરતા થોડો જુદો છે. ડોશી વાળી કેહવતમાં મોટી મુશ્કેલી એટલા માટે આવી કે તમે નાની મુશ્કેલીમાં સમાધાન કર્યું. જયારે આ કેહવાતમાં અનાયાસેજ આવી પડેલી મોટી મુશ્કેલીનું નિરૂપણ છે. બકરું કાઢતી વખતે તમને એ ખ્યાલ નહતો કે ખાલી જગ્યામાં કોઈ ઉંટ આવીને બેસી જશે. જયારે ડોશી વળી કેહવાતમાં તમને જાણ છે અને માટે બીક છે કે આ વખતે સમાધાન કરવાથી ભવિષ્યમાં મોટી મુશ્કેલી આવી શકે છે. ઉદાહરણ - " મારે તો બકરું કાઢતા ઉંટ પેઠું. થોડા સમય માટે શરદીની દવા લીધી તો જીવનભરની એસીડીટી થઇ ગઈ. "
રૂઢિપ્રયોગ - ડોશી તો મરે પણ જમ ઘર ભાળી જાય
- Get link
- X
- Other Apps
ડોશી તો મરે પણ જમડો (જમ અથવા યમરાજ) ઘર ભાળી જાય ઘણીવાર કોઈ નાની મુશ્કેલી આવે ત્યારે એનો નિકાલ એટલા સમય પુરતો સરળ લાગતો હોય છે. પરંતુ છતાં એવી બીક પણ હોય છે કે આ નાની વિપત્તિ સામે અત્યારે તો સમાધાન કરી લઈએ પણ એકવાર નાનું સમાધાન સહી લેવાને લીધે ભવિષ્યમાં મોટી વિપત્તિ સહન કરવાનું ક્યાંક ના આવી પડે. ઘરમાં રહેલી ડોશી તો વૃધ્ધ અને બીમાર છે. એ મરે એમાં એટલું મોટું નુકસાન નથી જણાતું પણ જમ (એટલે કે યમરાજ ) ઘર જોઈ જાય અને બીજા લોકોને પણ એક પછી એક (બીમારી અથવા કોઈ પણ કારણસર) લઇ જાય તો એ બહુ મોટું નુકસાન થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં આપણે મુંઝવણમાં મુકાઇ જઈએ છીએ કે આ નાની વિપત્તિમાં સમાધાન કરવું કે નહિ. આ મુંજવણને વર્ણવવામાટે આ કેહવતનો ઉપયોગ થાય છે. ઉદાહરણ - "આ ગુંડાને અત્યારે 50 રૂપિયા આપવાનો વાંધો નથી પણ એકવાર દીધા પછી એ વધારે રૂપિયા માંગે તો? ડોશી મરે એનો વાંધો નથી પણ જમ ઘર ભાળીજાય એની બીક છે." DOSHI TO MARE PAN JAM GHAR BHALI JAY Sometimes you are ready to compromise against a relatively minor problem. But at the same time you fear that this problem can
રૂઢિપ્રયોગ - ખાળે ડૂચા ને દરવાજા મોકળા
- Get link
- X
- Other Apps
રૂઢિપ્રયોગ - ખાળે ડૂચા ને દરવાજા મોકળા ઘણીવાર એવું બને કે આપણે નાની નાની વસ્તુઓમાં બચત કરવા જઈએ છીએ - એવી વસ્તુઓ કે જે જીવનમાં ઓછા-વત્તા અંશે જરૂરી છે. પણ એ જ વખતે મોટા મોટા અને અયોગ્ય ખર્ચા ઉપર કાપ મુકતા નથી. ઘરના કોઈ નાના એવા ખૂણામાં રહેલી ખાળમાંથી પાણી અંદર ના આવી જાય એનું ધ્યાન રાખવામાં જતા અમુક માણસો દરવાજા ખુલ્લા મૂકી દે છે. માટે આ કેહવત તો જે તે વ્યક્તિની વિચાર્હીનતા બતાવવામાટે કટાક્ષમાં ઉપયોગમાં લેવાઈ છે. ઉદાહરણ - " મારી પત્ની શાકવાળા પાસે પાંચ પાંચ રૂપિયા ઓછા કરાવે છે પણ દર રવિવારે મોંઘી હોટલમાં જમવા માટે જરૂર જવા જોઈએ. ખાળે ડૂચા ને દરવાજા મોકળા. " આ કેહવત ત્યારે પણ ઉપયોગ થઈ શકે જયારે કોઈ વ્યક્તિ પ્રમાણમાં નાની એવી મુશ્કેલી સામે પુરજોશથી લડે છે પણ મોટી સમસ્યાની ઉપેક્ષા કરે છે. ઉદાહરણ - " સરકાર ખાળે ડૂચા દે છે અને દરવાજા મોકળા છે. નાના નાના કર્મચારીઓ ની લાંચ ઉપર પસ્તાળ પાળે છે અને મોટા મોટા અધિકારીઓને મુક્ત મને ભ્રષ્ટાચાર કરવા દે છે. " KHALE DUCHA NE DARVAJA MOKLA Sometimes it happens that we worry about saving in small things - which ar
Labels
Labels
Previous Posts
Previous Posts
-
-
- રૂઢિપ્રયોગ - સીદી બાઈને સીદકા વહાલા
- રૂઢિપ્રયોગ - વરને કોણ વખાણે? વર ની માં!
- કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા
- કહેવત - છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય
- કહેવત - માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી
- કહેવત – ઉકેડી (ઉકરડી) અને દીકરીને વધતા વાર ના લાગે
- રૂઢિપ્રયોગ – માગીને ખાવું ને એ પણ ગરમ
- રૂઢિપ્રયોગ - કાગનું બેસવું ને ડાળનું પડવું
- રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન
- રૂઢિપ્રયોગ - મારવો તો મુઘલ
-
- કહેવત - સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે
- રૂઢિપ્રયોગ - હાથના કર્યા હૈયે વાગ્યા
- રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે
- રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ
- કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા...
- કહેવત - કણક અને કન્યા - કેળવીએ એમ કુણી
- કહેવત - હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને ...
- કહેવત - દીકરી ને ગાય માથું મારી ખાય
- કહેવત - દીકરી ને ગાય દોરો ત્યાં જાય
- રૂઢિપ્રયોગ - બકરું કાઢતા ઉંટ બેઠું
- રૂઢિપ્રયોગ - ડોશી તો મરે પણ જમ ઘર ભાળી જાય
- રૂઢિપ્રયોગ - ખાળે ડૂચા ને દરવાજા મોકળા